સન્સદમા જનલોકપાલ બિલ પસાર થાય અને કાયદો બને એ માટે ૭૪ વર્ષના ગાન્ધીવાદી સામાજીક કાર્યકર અન્ના હજારેએ ૧૬ ઓગસ્ટ થી ઊપવાસ શરુ કરી ભ્રષ્ટાચાર વિરોધી જનઆન્દોલનની શરુઆત કરી અને પહેલા જ દિવસે ૧૪૪ ની કલમ હેઠળ ધરપકડ થઈ અને કલમાડી અને એ. રાજા જેવા ભ્રષ્ટાચારીઓ જ્યા કેદ થયા છે એ જેલમા અન્નાને પણ મોકલી દીધા.(આમ કરીને સરકારે જાહેરાત કરી છે કે UPA સરકાર માટે ઘોડા અને ગધેડા બન્ને સમાન છે! )
અન્નાની આમ ધરપકડ કરાવી સરકાર આન્દોલનને ઉગતુ જ ડામી દેવા માગતી હતી પણ બન્યુ તેથી ઉલટુ. દેશભરમા આ ધરપકડ સામે વિરોધ જાગ્યો. દિલ્હી તેમજ દેશભરમા માણસો એકઠા થઈ જુલુસો થવા માન્ડયા.દિલ્હી પોલિસે થોડીજદારી દાખવીને અન્નાને છોડવાનો નિર્ણય લીધો અને શરતો સાથે ઉપવાસ તેમજ આન્દોલન ચલાવવાની પરવાનગી આપવાની તૈયારી બતાવી. આ શરતો વિચિત્રાતાથી ભરેલી હોય અન્નાએ જણાવ્યુ કે બિનશરતી મન્જૂરી મળે તો જ પોતે જેલ બહાર જશે.( શરતો હતી અન્ના ત્રણ દિવસો કે વધુમા વધુ એક અઠવાડિયા સુધી જ આન્દોલન ચલાવશે અને ૨૫૦૦૦ થી વધુ સમર્થકો એ જગ્યાએ નહી એકઠા થાય! જાણે અન્ના કોઈ લગ્ન માટે આમન્ત્રણ આપતા હોય!)
આખરે સમાધાન થયુ અને સરકારે જેન્તર-મન્તર કે જે. પી પાર્કને બદલે અગાઊ બાબા રામદેવે જ્યા પોતાના ઉપવાસ કર્યા હતા ત્યાજ એટલે કે રામલીલા મેદાન ખાતે અન્ના તેમજ એમના સમર્થકોને ત્રણ અઠવાડિયા માટે આન્દોલન માટે છૂટ આપી. અરવિન્દ કેજરીવાલ, કિરણ બેદી, પ્રશાન્ત ભૂષણ, વગેરેનો શરુઆતથી જ અન્નાને હતો. અન્નાની ધરપકડ પછી જનતાનો ટેકો પણ પ્રબળ બનતો ગયો. મીડિયા પણ પૂરી નિષ્ઠાપૂર્વક ૨૪ કલાક પ્રસારણ આપી જનતાને એક એક ઘટનાથી વાકેફ રાખતુ રહ્યુ.
૧૨ દિવસના અન્નાના ઉપવાસ અને જનતાના આન્દોલન પછી આખરે સરકાર ઝૂકી અને જન લોકપાલ હેઠળ અન્નાની જે મૂખ્યા ત્રણ માન્ગો હતી તે માન્ય રાખવાની તૈયારી બતાવી. નોન્ધવા જેવી બાબત એ છે કે આ આન્દોલનની શરૂઆતથી જ સરકાર અને તેના કપીલ સિબલ અને દિગ્વીજય સિન્ઘ જેવા મેકિયાવેલીયન ટાઈપ મન્ત્રીઓ અન્નાની માન્ગણીઓને લોકશાહી અને બન્ધારણા વિરુધ્ધની ગણાવતા રહ્યા હતા.
૨૬ ઑગસ્ટના રોજ અન્નાએ વડાપ્રધાન મનમોહન સિન્ઘ પરના પોતાન પત્રમા જે ત્રણ મૂખ્ય માન્ગો જણાવી હતી તે આ હતીઃ
૧) દરેક રાજ્યમા લોકાયુક્તની નિયુક્તિ.
૨) બધા જ સરકારી ડિપાર્ટમૅન્ટસમા સિટીઝન ચાર્ટર હોવા જોઈએ જેથી કરીને લોકોની સમસ્યાઓનુ નિરાકરણ થઈ શકે.
૩) કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના દરેક લેવલના કર્મચારીઓને લોકપાલના કાર્યક્ષેત્ર હેઠળ લાવવા.
આ ત્રણેય માન્ગણીઓ પૂરી થતા અને સન્સદમા એનુ રિઝોલ્યુશન પસાર થતા ૨૮ ઑગસ્ટ(રવિવાર)ના રોજ સવારે ૧૦.૨૦ મિનિટે રામલીલા મેદાન ખાતે બે બાળાઓના હાથે મધ મિશ્રિત નાળિયેળ પાણી વડે અન્નાએ પારણા કર્યા હતા.
અન્ના ટીમના સભ્યોએ એવી આશા વ્યકત કરી કે આવતા મહીને જ સરકાર સ્પેશિયલ સેશન બોલાવી લોકપાલ બિલ પસાર કરશે. અન્ના હજારેએ દેશની સમસ્ત જનતાનો તેમજ
પોતાની ટીમના સભ્યોનો આભાર માન્યો હતો સાથે સાથે જણાવ્યુ હતુ કે હજુ લડાઈ પૂરી જીતાઈ નથી. ઈલેક્ટોરલ રિફોર્મ્સ હજુ બાકી છે. હવે રાઈટ ટુ રિકોલ અને રાઈટ ટુ રિજેક્ટ માટે લડાઈ કરવાની છે.
No comments:
Post a Comment