Wednesday, 13 January 2021

ભાષાસજ્જતા

‘કોલાહલથી દૂર’ની સુંદર અક્ષરો સાથેની સ્વચ્છ હસ્તપ્રત પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇને સોંપ્યા પછીના અમુક દિવસોમાં હું ત્યાં ગયો ત્યારે એમણે એ હસ્તપ્રતની પ્રૂફવાચન અને ટાઇપ થયેલી કૉપિ મને જોઈ જવા માટે આપી. ઘરે જઈને પ્રૂફવાચકના સુઘારા સાથેની એ કૉપિ મેં વાંચવા માંડી. જેમ જેમ વાંચતો ગયો એમ એમ ગુજરાતી ભાષાનું એક નવું જ સ્વરૂપ મારી સામે ઉઘડવા લાગ્યું. હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ વગેરે જેવી અનેક ભૂલો તો જોડણીકોશની મદદથી મારી હસ્તપ્રતમાં મેં સુધારી જ લીઘી હતી, છતાં બીજી કેટકેટલી નાની-મોટી ભૂલો એમાં સુધારેલી હતી! કોઇ યુવતી બ્યૂટી પાર્લરમાંથી વઘું સુંદર થઈને બહાર નીકળે એવું લાગી રહ્યું હતું. એ કૉપિ તપાસીને લેખક કે અનુવાદક જ કરી શકે એવા થોડા ઘણા સુઘારા સૂચવીને હું ફરી ગોપાલભાઇને મળ્યો ત્યારે સુંદર પ્રૂફવાચન બદલ મારો રાજીપો વ્યકત કરતાં મેં પ્રૂફવાચક વિશે પૂછયું. એમણે કહયું, ‘અમારી પાસે અનેક લેખકો આવતાં હોય છે. એમની પાસે અનુભવ હોય, કલ્પનાશકિત હોય, વિચારક્ષમતા હોય, પણ બઘાં પાસે એકસમાન ભાષાકૌશલ્ય ન હોય એ સમજી શકાય એવી વાત છે. એટલે જ તો પ્રૂફવાચકની જરૂર પડે છે. તમારા પુસ્તકનું પ્રૂફવાચન નટુભાઇ રાજપરાએ કરેલું છે. અત્યારે એમની ઉંમર ૮૦-૯૦ વર્ષની છે. ચાલીશેક વર્ષો પહેલાં, તેઓ પ્રોફેસર હતા ત્યારે થોમસ હાર્ડીનું આ પુસ્તક અભ્યાસક્રમમાં હતું. એ સમયે પહેલી વાર એમણે આ પુસ્તક વાંચેલું તે આટલાં વર્ષો પછી તમારા ભાવાનુવાદરૂપે આ પુસ્તક ફરી એમની સામે આવ્યું. સામાન્યપણે તેઓ કોઈ પુસ્તકનાં જલદી વખાણ ન કરે, પણ આ વખતે એમણે સામેથી જ મને કહયું કે તમે સરસ ભાવાનુવાદ કર્યો છે. એમને ગમ્યો છે.’ નટુભાઇએ કેવા કેવા સુધારા કર્યા? હું લખું ‘આત્મસાત’; નટુભાઇ સુધારીને લખે ‘આત્મસાત્’. હું લખું ‘લગ્ન શું ચીજ છે...’; નટુભાઇ સુધારીને લખે ‘લગ્ન શી ચીજ છે...’. હું લખું ‘દેખાવમાં સામ્યતા હતી.’; નટુભાઇ સુધારીને લખે ‘દેખાવમાં સામ્ય હતું.’. આવી અનેક ભૂલો હતી. એમાંથી કેટલીક મહત્ત્વની અહીં સુધારા સાથે મૂકું છું. કૌંસ બહારના શબ્દો મારા છે અને કૌંસમાં રહેલા સુઘારા નટુભાઇના. શ્રાપ આપવાનું (શાપ આપવાનું), શૈતાન (શયતાન), નિંદ્રા (નિદ્રા), બેન-બનેવી (બહેન-બનેવી), એમાનું પરિવાર (એમાનો પરિવાર), બોલ્ડવુડ જેવા વ્યકિતને (બોલ્ડવુડ જેવી વ્યકિતને), તમે હવે જાવ. (તમે હવે જાઓ.), હું સીઘી મૂળ વાત પર આવું. (હું સીઘો મૂળ વાત પર આવું.), એ સમયે આપણે કયાં હશું? (એ સમયે આપણે કયાં હોઇશું?), ભકતગણ ઊભું થયું. (ભકતગણ ઊભો થયો.), બેંડબાજાં (બૅડવાજાં), હું કંઈક મોકલાવું છું. (હું કંઈક મોકલું છું.), એણે કપડાં બદલાવ્યાં. (એણે કપડાં બદલ્યાં.), શું જવાબ દેવો? (શો જવાબ દેવો?), એકવાર (એક વાર), ગઇકાલે (ગઇ કાલે), આમપણ (આમ પણ), ત્યાંજ (ત્યાં જ), જો કે (જોકે)... આ ઉપરાંત અનુસ્વારની ભૂલો તો બેહિસાબ હોય! ૨૦ ટકા જેટલું અનુસ્વારનું જ્ઞાન તો સરેરાશ વાચકોમાં પણ હોય છે, પણ અનુસ્વારના કેટલાક સુધારા મને સમજાતા નહોતા! અત્યારે પાંચેક મહિનાઓ પછી અનુસ્વારના એ બઘા નિયમો વાંચી લીઘા પછી અને ઘણે અંશે એ નિયમોને આત્મસાત્ કર્યા પછી મને મારી જ ભૂલો પર હસવું આવે છે. દા.ત. ધારો કે મારાં બે વાકયો મારાં અનુસ્વાર સાથે આમ હોયઃ “થોમસ હાર્ડી લોકપ્રિય બની રહ્યાં હતાં.” અને “તેઓ આઠ વર્ષના થયા ત્યાં સુઘી એમનાં માતા જ એમનાં શિક્ષકા બની રહ્યાં હતાં.”, તો પ્રૂફવાચન પછી ઉપરના પહેલા વાકયને અંતે રહેલા બે શબ્દોઃ ‘રહ્યાં હતાં’ નાં અનુસ્વાર દૂર થઇ જાય અને બીજા વાકયને અંતે રહેલા એ જ પ્રકારના બે શબ્દો ‘રહ્યાં હતાં’ પરનાં અનુસ્વાર ચાલું રહે! આ પ્રકારની પ્રૂફવાચન થયેલી કૉપિ પસ્તીમાં જતી હોય છે. ભાષાસજજતાના તાલીમ વર્ગોમાં એ પાઠયપુસ્તક તરીકે ખપમાં આવી શકે. અનુસ્વારની કે બીજા પ્રકારની ભૂલો ભાષાસજજતા છતાં કયારેક લખાણમાં રહી જતી હોય છે તો કયારેક નજરમાં આવતી નથી. દેખીતી રીતે જે લખાણ સાચું લાગતું હોય એમાં પણ અનેક પ્રકારની ભૂલો રહી જતી હોય છે, અને જીતેન્દ્ર દેસાઇ કહે છે એ મુજબ કયારેક પાંચમી વારનું પ્રૂફ પણ સંતોષજનક ન લાગે. ફેસબુક પર સુવાકયો ટાંકતી વખતે પણ અમુક લોકો, અમુક લેખકો સુધ્ધાં, ‘આત્મસાત્’ લખતી વખતે ખોડો ‘ત્’ કરતાં નથી. સંયકતાક્ષર (જોડાક્ષર) લખવાની વ્યવસ્થિત તાલીમ શાળામાં અપાતી ન હોવાથી સરેરાશ ગુજરાતી ‘શ્રદ્ધા’ લખવાને બદલે ‘શ્રધ્ધા’ જ લખે છે. ખોડો ‘દ્’ અને ‘ધ’ જોડાઇને ‘દ્ધ’ અક્ષર બને એવો ખ્યાલ હોય તો અમુક જગ્યાએ ટાઇપ કરતી વખતે ‘દ્ધ’ અક્ષર કયાંય શોધવા જવું ન પડે. 'શ્રદ્ધા'ને 'શ્રધ્ધા' લખવાને કારણે જ્યારે વિશેષ નામ તરીકે 'શ્રદ્ધા'નું અંગ્રેજી કરવાનું આવે ત્યારે પણ જોડણીમાં ભૂલ પડે. ૧૯૯૪માં હું દશમા ઘોરણમાં અભ્યાસ કરતો ત્યારે ગુજરાતીના પાઠયપુસ્તકમાં આવતી ‘લોહીની સગાઈ’, ‘જુમો ભિસ્તી’ કે ‘સેલ્વી પંકજમ્’ જેવી વાર્તાઓ મને એેટલી હદે ગમી ગઈ હતી કે એ વાંચતાં વાંચતાં જ સાહિત્ય અને વાચન સાથે કયારે સંબંધ બંધાઈ ગયો એની મને પણ ખબર ન પડી . અત્યાર સુઘીમાં આશરે નહી, પણ રેકોર્ડ તપાસીને કહું તો મેં ૧૦૦૦થી વઘુ પુસ્તકો વાંચ્યાં છે. કોઇને આ આંકડો મોટો લાગી શકે, કોઇને નાનો. આટલાં વર્ષોમાં પુસ્તકોનો સંપર્ક કયારેય છૂટયો નથી કે સાહિત્ય પ્રત્યેની મારો લગાવ જરાય ઘટયો નથી; એ લગાવ વઘ્યો છે અને વધતો રહે છે. આમ છતાં ભાષાસજજતા પ્રત્યે મેં ખાસ ઘ્યાન આપ્યું નહોતું. પપ્પાનો અભ્યાસ ૪ ઘોરણ સુઘીનો. મમ્મીએ ઓલ્ડ એસ.એસ.સી સુઘીનો અભ્યાસ કરેલો અને શિક્ષણનું મહત્ત્વ સમજતાં એટલે હું ખૂબ અભ્યાસ કરું એવી એમની ઇચ્છા હતી. ભાષાસજજતા વિશે બાળપણમાં મને ખાસ તાલીમ મળી શકી નહીં, અને અધૂરામાં પૂરું ગુજરાતી સાહિત્યનાં અનેક પુસ્તકોનું વાચન કર્યા છતાં કૉલેજમાં મેં અંગ્રેજી વિષય રાખ્યો. આને લીધે ગુજરાતી વ્યાકરણ કાચું રહ્યું અને અમુક જોડાક્ષરો લખવાથી લઇને અનુસ્વાર વગેરે જેવી બાબતોમાં હમણાં સુધી મને તકલીફ રહી. આ પુસ્તક પ્રકાશન અને પ્રૂફવાચનની પ્રક્રિયામાંથી પસાર થયા પછી, ભાષા પ્રત્યેની મારી સભાનતામાં અનેકગણો વઘારો થયો છે. ૧૯૯૯ માં કૉલેજના પ્રથમ વર્ષ દરમિયાન લખેલી મારી પ્રથમ વાર્તા ‘દાદા’ નવચેતન સામયિકમાં છપાઇ હતી. આજે પણ કોઇ એ વાર્તા વાચે તો ચંદ્રકાંત બક્ષીની અસર એમાં દેખાઇ આવે. ૨૦૧૨માં મમતા સામયિકમાં ‘મહેશ્વરી’ નામની વાર્તા છપાઇ હતી. કુલ દશેક જેટલી જ વાર્તાઓ આટલા લાંબા સમયમાં મારાથી લખી શકાઈ છે. ભાષાસજજતા સાહિત્યસર્જન જેવું નથી કે બધા ન કરી શકે. હા, એ થોડી ઘણી મહેનત અને ખંત જરૂર માગે છે. આ માટેના તાલીમ વર્ગોમાં ભાગ લીઘો હોય તો ભાષા વિષયક સજજતા કેળવી શકાય છે. અને વળી જો સાહિત્યિક સર્જનોને માત્ર સુધારી જ નહીં પણ માણી પણ શકતા હોય એવા અનુભવી અને ખુલ્લાં મનના એક-બે પ્રૂફવાચકો જીવનમાં મિત્ર તરીકે મળે તો ઉત્તમ. ભાષાસજજતાથી તમે કદાચ લેખક નહી બની શકો. સાહિત્યસર્જન ઘણે અંશે જન્મદત્ત મળેલી બક્ષિશ સમાન છે. અને વળી સર્જકોની સર્જનાત્મકતામાં ફરક હોય છે. કોઇક વર્ષમાં બે-ત્રણ પુસ્તકો, એ પણ વળી ગુણવત્તાયુક્ત , વિના આયાસે લખી શકે છે તો કોઇકને એક નબળું પુસ્તક લખવામાં પણ યાતનાનાં અનેક વર્ષો વીતી જાય છે. ભાષામાં નિપૂણતા મેળવવાથી કદાચ તમે ‘વૈષ્ણવજન તો તેને રે...’, ‘તિલક કરતાં ત્રેપન થયાં...’, ‘ડગલું ભર્યું કે ના હઠવું ...’, ‘વ્યકિત મટીને હું બનું વિશ્વમાનવી...’, ‘જયાં જયાં નજર મારી ઠરે...’ ‘તને ઝંખી છે યુગોથી ઘીખેલા પ્રખર સહરાની તરસથી’ ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...’ જેવી પંકિતઓ કે મિયાં ફૂસકી, સરસ્વતીચંદ્ર, અલીડોસા, ભદ્રંભદ્ર, ગોપાળબાપા, તિલક, કે અમરત કાકી જેવાં અમર પાત્રો કે ‘સૌરાષ્ટ્રની રસઘાર’, ‘માનવીની ભવાઇ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘લીલૂડી ઘરતી’, ‘ગ્રામલક્ષ્મી’, ‘સાત પગલાં આકાશમાં’, ‘આકાર’, ‘પેરેલિસિસ’, ‘આંગળિયાત’, ‘વિચારોના વૃન્દાવનમાં’, ‘ઓતરાતી દીવાલો’, ‘સહરાની ભવ્યતા’ કે ‘અમાસના તારા’ ‘ઊપરવાસ’ કથાત્રયી, ‘પ્રિયજન ‘તત્ત્વમસિ’, ‘અકૂપાર’ જેવા ઉત્તમ કક્ષાનાં પુસ્તકો વગેરેનું સર્જન ન કરી શકો, પણ આવાં સર્જનોનાં ઉત્તમ વાચક તમે અવશ્ય બની શકશો. એથી માતૃભાષા પદ્ધતિસર શીખ્યાનું ગૌરવ પણ અનુભવાશે અને તમારા આત્મવિશ્વાસ અને લોકો તરફથી મળતાં સમ્માનમાં પણ ખસૂસ વઘારો થશે જે તમારા ક્ષેત્રમાં પણ અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે.

Tuesday, 29 December 2020

Thomas Hardy in Gujarati


મારી વાચનયાત્રા ૧૯૯૪માં અશ્વિની ભટ્ટ, શરદબાબુ, ચંદ્રકાંત બક્ષી, ગુણવંત શાહ, રઘુવીર ચૌધરી, વિનોદ ભટ્ટ જેવા લેખકોથી થઇ (આ જ ક્રમમાં). પછી પણ ઘણા લેખકોને વાંચ્યા, પણ કોણ જાણે કેમ આ લેખકોએ જે કક્ષાનું સાહિત્ય સર્જયું છે એવું બહુ ઓછા લેખકો જોવાં મળ્યું. મને ક્યારેક પ્રશ્ન થતો કે સાહિત્યજગતનો અનુભવ ન હોવા છતાં મારી શરુઆત આવા ઉત્તમ સર્જકોથી કેમ થઇ? પણ જવાબ સ્પષ્ટ છે: ઉત્તમ સર્જકો સતત વંચાતા રહે છે. બાકી અત્યારે તો ભાવકો વગરના સત્વ વગરના લેખકો પોતપોતાની કે પોતપોતાની કૃતિઓની નોંધ ધરાર અહીંતહીં લેવડાવવા કંઇક ને કંઈક નુસખા ને તમાશા, વાનરવેડા ને ક્યારેક તો ગાળાગાળી કરતા રહે છે! કોને વાંચવા અને કોને ન વાંચવા એ (ગુજરાતી) વાચકો જાતે જ નક્કી કરી લેવા સક્ષમ હોય છે. 


મને શરીફાબહેનની કર્મનિષ્ઠા ગમે છે એને એ જ કારણોથી એમનાં પુસ્તકો ગમ્યાં છે.. મોહનભાઇની વાર્તાઓ મને હંમેશાં વાંચવી ગમી છે. જય વસાવડાની નિખાલસતા અને જુસ્સો ગમ્યાં છે. આ સિવાય પણ છે.આ બધા સર્જકોને અઢળક વાચકો મળ્યા છે એનું કારણ એ કે આ લોકોમાં સહજતા છે. અનેક પ્રકારની ગ્રંથિઓ લઈને ફરતાં લખનારાઓ ઉત્તમ સર્જક ન બની શકે. ક્યારેય ભાવક વગરનો મોટો સર્જક તમે જોયો છે? શક્ય જ નથી.


ખેર, આ બધા લેખકોને વાંચ્યા પછી કંઇક લખવાની ઇચ્છા જન્મી અને થોમસ હાર્ડીની આ નવલકથાથી શરુઆત કરી છે. આશા છે આ અદ્ભૂતઅદ્દભૂત પ્રેમકથા સહુ વાચકોને ગમશે.


- હિતેષ જાજલSunday, 29 November 2020

Kolahalthi Door

Kolahalthi Door


Thomas Hardy in Gujarati.

Far From the Madding crowd in Gujarati

Thomas Hardy in Gujarati

This lockdown of 2020 gave me resume the translation of Thomas Hardy's famous novel - a love story - 'Far From the Madding Crowd' The translation finished in two-three months and the tough thing was proofreading. I read my own book so many times that now when it is published by Pravin Prakashan, Rajkot, I will do anything but reading it again. 


The book is available at www.pravinprakashan.com

In Gujarati the title is: Kolahalthi Door'.

Monday, 13 July 2020

Why I unfriended Jay Vasavada on FB


છેલ્લા બેક વર્ષોને બાદ કરતા હું લગભગ 2000ની સાલ થી જય વસાવડાને વાંચતો આવ્યો છું. આ દરમિયાન એમને પેટ ભરીને વાંચ્યા - માણ્યા છે. યુટ્યુબ પર તેમના ભાષણૉ તો હજુ પણ ફુરસદના સમયે જોતો રહું છું.
આમ છતાં બેક વર્ષો પહેલા એમના fb પર હું સ્વેચ્છાએ જ unfriend થયો ત્યારે બે કારણો ખાસ હતા:
1) fb પરની ટ્રોલ્સ સાથેની કે અમુક વ્યક્તિઓ સાથે દલીલ કરતી વખતે વપરાતી એમની આકરીભાષા. આવું ક્યારેક નહિ પણ અવાર નવાર બન્યું હતું.
ગામના ઉતાર જેવા માણસોથી નાની ઉંમરે પીડાયેલો બાળક, મોટો થઇ, બળવાન થઇ પેલા ગામના ઉતાર જેવા માણસોના છોતરા કાઢે એવું કંઈક જયભાઈ કરતાહોય એવું લાગતું. આ રીતે જવાબ આપવા જરૂરી નથી, કોઈ આ રીતે જવાબો આપતું નથી શરૂઆતમાં મને આ બધું ગમતું. બક્ષી જેવું લાગતું, પણ પછી એક સમયે એવું લાગ્યું કે આ બધું વધુ પડતું અને કારણ વગરનું બની રહ્યું છે.
આ રીતે જવાબ આપવા માત્ર જયભાઈની વ્યકિતગત પસંદગી છે જે સ્વભાવગત જ ગણાવી રહી; કારણકે અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી કે બીજી ઢગલાબંધ સેલિબ્રિટીઓ જાહેર જીવનમાં એ પ્રકારની ભાષામાં જવાબ આપે એવી કલ્પના પણ થઇ શકતી નથી. જયભાઈ ને એવું લગતું હશે કે no one messes with a badass! આમ માનવાથી એમને લાભ પણ કદાચ થયા હશે તો નુકશાન પણ થયું હશે. જયભાઈના જ એક સાચુકલા વાચકો પણ કહે છે કે શા માટે જયભાઈએ એમનો કિંમતી સમય અને એનર્જી આવા ટ્રોલ્સને જવાબ આપવામાં ખર્ચતા હશે? જોકે આ પ્રશ્ન અને આ વાત અમુક અંશે ભૂતકાળની બની રહી છે. જયભાઈએ આમ ન કરવાની વાત સ્વીકારી પછી એમની ભાષામાં ઘણૉ સંયમ દેખાઈ છે.
મને એ સમયે એવું લાગવા માંડેલું કે jv ને દલીલો સરસ કરી શકે છે પણ દલીલો કરવા કે ન કરવાની રીત ખબર નથી.
આ હતું પહેલું કારણ
2) એ સમયે મને લાગવા માંડેલું કે જય વસાવડા એક પ્રચંડ વાવાઝોડું છે. જો બેધ્યાન રહ્યા તો આ ધૂમકેતુ હાવી બની તમારા મૌલિક વિચારોમાં ગાબડું જરૂર પાડી દેશે તમે એમના વાચક હો તો કદાચ બચી પણ જશો પણ જોfb પર એમના ઘૂંટણિયે બેસી જશો તો મોટા ભાગનાfriends ની જેમ "agree", "You are right", કે પછી "jv, you are 100% correct here" એવું બધું જ લખવા મળશે.મારુ એવું માનવું હતું કે jv જેવા વિચારપુરુષોએ ભક્તો ઉભા થાય એવું વાતાવરણ જામે એના કરતા, પોતાના જેવા વિચારપુરુષો કે લીડરો જાગે એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ.
મને એવું લાગેલું કેjv વિચારોનુંhardselling કરે છે. વાચકને મુક્ત રાખી ને જ લખવું પડે. બક્ષીબાબુ પણ તીખી જ઼બાનના માલિક હતા પણ પાસે એ આવડત હતી.
(આ બીજા કારણના મૂળમાં પણ આમ જોઈએ તો પહેલું કારણ જ છે.)
મારા જયભાઈ સાથે fb પરunfriend થવાના એ સમયે આ વિચારો હતા. આ કારણો કેટલા સાચા કેટલા ખોટા એ તો વાચકો જ નક્કી કરશે. જયભાઈ ધોકો લઈને મારવા ન આવે તો સારુ. વડીલ છે અને વળી મારા પ્રિય છે એટલે એમનો અદરયુક્ત ભય લાગે ખરો. હું 2007માં ગોંડલના એમના ઘેર એમને અને એમના પપ્પા લલિતભાઈને મળ્યો હતો. મારા જેવા સાધારણ માણસને ઘરે બોલાવે અને સપ્રેમ પૂરો સમય આપી વાતચીત કરે એવું બધા કરી શકતા નથી.
સ્વામી વિવેકાનંદે એમના ભાષણોમાં ભારતમાતા પાસે જે 100 વીરપુરુષો માગ્યા છે એ વીર પુરુષો કેવા હશે? ઉપરનું લખાણ લખ્યા પછી પણ કહીશ કે જયભાઈ જેવા હશે. એમની ન ગમતી બાબતોથી એમના fb પર તો unfriend થઇ શકાય પણ એમની શક્તિઓ અને એમના જ્ઞાનથી પ્રભાવિત રહ્યા વિના તમે રહી ના શકો.

Saturday, 11 July 2020

અ‍ેક ફિલ્મની કનડતી સ્મૃર્તિઓ – 1 – હિતેષ જાજલ

      1965માં બનેલી અ‍ે ઑફબીટ ફિલ્મ 13–14વર્ષની કાચી વયે પહેલીવાર દૂરદર્શન પર જોઈ હતી. 1992–93ની સાલ હશે. સાત–આઠ વર્ષ વીતી ગયા પછી અ‍ે ફિલ્મની સ્મૃતિઓ મને કનડવા લાગી. અ‍ે ફિલ્મની સ્ટોરી અને અ‍ેનાં _શ્યો મને યાદ આવતા ત્યારે અ‍ે ફિલ્મ ફરી જોવાની ઈચ્છા થઈ આવતી, પણ મને અ‍ે ફિલ્મના નામની પણ ખબર નહોતી. વળી 13–14 વર્ષની વયે આટલી જુની ફિલ્મનાં પાત્રોનાં નામ યાદ રાખવાનો વિચાર પણ કેમ કરીને આવે? મને બસ બેજ વસ્તુઓ યાદ હતીઃ ફિલ્મની પૂરેપૂરી સ્ટોરી અને અ‍ે ફિલ્મના _શ્યો જે મારા માનસપટલ પર પથ્થર પર થયેલા કોતરકામની જેમ કોતરાઈ ગયા હતા. અ‍ે સમયે ઇન્ટરનેટની શરૂઆત હતી. અ‍ેમાં પણ મેં કેટલાંક સમય સુઘી અ‍ે ફિલ્મનું નામ સર્ચ કરવાની કોશિષ કરી, પણ સફળતા મળી નહીં, અ‍ેટલે કંટાળીને મેં સર્ચ કરવાનું જ છોડી દીઘું. કદાચ અ‍ે ફિલ્મ વિશે અ‍ે સમયે ઈન્ટરનેટ પાસે કોઈ માહિતી જ નહીં હોય અથવા તો સર્ચ માટે પણ મારી પાસે પૂરી માહિતી જ નહોતી. પછી યાદદાસ્ત પરથી મેં બઘાને – મિત્રોને, સંબંઘીઓનેે, પાડોશીઓનેે, ફિલ્મરસિકોનેે, લેખકોને, પત્રકારોને અને દરેક યુવાન, મઘ્યવયસ્ક અને બુઝુર્ગ વડિલોને – ફિલ્મની સ્ટોરી કહેવા માંડી. કંઇકેટલાયે માણસોને મે અ‍ે સ્ટોરી સંભળાવી હશે પણ કયાંયથી ફિલ્મનું નામ ન મળ્યું. કોઇઅ‍ે આત્મવિશ્વાસથી અમુક તમુક ફિલ્મોના નામ કહ્યા. અ‍ે ફિલ્મો પણ હું જોઈ ગયો, પણ આ ફિલ્મ મળી નહીં. યાદદાસ્ત પરથી હું બઘાને જે સ્ટોરી સંભળાવતો અ‍ે આ મુજબ હતીઃ
     “અ‍ેક મઘ્યમવર્ગનો સાંઠેક વર્ષનો અ‍ેક વૃઘ્ઘ અ‍ેક સામાન્ય કારકુન જેવી નોકરી કરી માંડમાંડ ઘર ચલાવે છે. ઘરમાં અ‍ેની પત્ની છે, અ‍ેક યુવાન દીકરો, દીકરી છે જે બંને કૉલેજમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત અ‍ેક નોકર પણ છે. પરિવાર માટે તનતોડ મહેનત કરતા આ માણસની કાળજી કે નોંઘ લેનાર ઘરમાં કોઈ નથી, સિવાય કે નોકર. યુવાન સંતાનો ફિલ્મો, પાર્ટી અને પોતાની મોજશોખની વસ્તુઓમાં મશગુલ છે અને પત્ની સંતાનોનાં સુખની ચિંતામાં. અઘૂરામાં પૂરૂં ઑફિસે બોસ પણ આ વૃઘ્ઘને સમયસર કંપનીઓના ઓર્ડર ન લાવવા કે સમયસર ઓફિસે ન પહોંચવા બદલ ઘમકાવ્યે રાખે છે. આવી પરિસિ્થતિમાં પણ વૃઘ્ઘના ચહેરા પરની ઠંડક અને અવાજની નરમાશ અને બઘા સાથેનું અ‍ેનું સૌમ્ય વર્તન દિલને સ્પર્શી જાય છે. અ‍ે વૃઘ્ઘ મઘ્યમવર્ગનાં અ‍ેવા પુરુષવર્ગનું પ્રતિનિઘિત્વ કરે છે જે કયારેય લુપ્ત થવાનો નથી.
અ‍ેક દિવસ પત્ની જણાવે છે કે કપડાંવાળાને રૂપિયા અપાયા નથી અ‍ેટલે અ‍ેણે કાયદેસરની કાર્યવાહી કરવાની ઘમકી આપી છે. પછીના દિવસોમાં વકીલ તરફથી અ‍ેક પત્ર પણ ઘરે આવે છે ત્યારે અ‍ે ખોલ્યા વગર જ અ‍ે વૃઘ્ઘે માની લીઘું કે અ‍ે પેલાં કપડાવાળાની જ નોટિસ હશે. બીજા દિવસે અ‍ે વૃઘ્ઘ ઘરેથી નીકળે છે અ‍ે જ સમયે અ‍ેક વકીલની કાર અ‍ેના ઘર પાસે અટકે છે અને વકીલ ઘરનું બારણું ખખડાવી અ‍ે વૃઘ્ઘ વિશે પૂછપરછ કરે છે. નોકર જણાવે છે અ‍ે તો હમાણાં જ ગયાં. વકીલ પોતાની કાર ચલાવી આગળ જાય છે અને અ‍ે અકસ્માતે અ‍ે વૃઘ્ઘ સાથે ભેટો થઈ જાય છે. વૃઘ્ઘ વકીલને પેલો પત્ર દેખાડી પોતાનું નામ જણાવે છે અને કહે છે કે અ‍ે પગાર મળતાં જ કપડાંવાળાનાં રૂપિયા ચૂકવી આપશે, પણ વકીલનાં મગજમાં તો બીજી જ વાત ચાલતી હોય છે. અ‍ે પેલાં વૃઘ્ઘને કહે છે, “હવે તમે તમારી ઑફિસે નહીં, પણ મારી ઑફિસે જઈ રહ્યા છો.” વૃઘ્ઘ પોતાની ઘરપકડ થઈ હોય અ‍ેમ ડરી જાય છે; અ‍ે ઘણી આજીજી કરે છે, પણ વકીલ અ‍ેની અ‍ેક વાત પણ માનતો નથી. વકીલની ઑફિસે અ‍ે વૃઘ્ઘને અ‍ેની જિંદગીનું સૌથી મોટું આશ્ચર્ય મળે છેઃ વૃઘ્ઘનાં દૂરનાં અ‍ેક સંબંઘી નિઃસંતાન અવસાન પામતા લાખો–કરોડો રૂપિયાની રકમ અ‍ેમને વારસાામાં મળે છે! વૃઘ્ઘ પહેલાં તો આ વાત માની જ શકતો નથી. અ‍ે મજાકમાં કહે છે, “જો મને આટલી મોટી રકમ વારસામાં મળી હોય તો અ‍ેમાથી મને જરા 500 રૂપિયા આપો જોઈ.” વકીલ અ‍ેને અ‍ે જમાનાની સો સો રૂપિયાની મોટી મોટી પાંચ નોટો આપે છે. આખરે અ‍ેને માનવું જ પડે છે કે અ‍ેની કિસ્મત આડેનું પાંદડું ખસી ગયું છે. અ‍ે બહાર આવે છે. ચપરાસી અ‍ેના માટે કાર ઊભી રખાવે છે ત્યારે અ‍ે વૃઘ્ઘ પેલાં ચપરાસીને સો રૂપિયાની અ‍ેક નોટ બક્ષીશ પેટે આપે છે. ચપરાસી કંઇક આનાકાની કરવા જાય છે ત્યારે વૃઘ્ઘ કહે છે, “મારી સાથે ચમત્કાર થઈ શકે તો તારી સાથે પણ કેમ ન થઈ શકે?”
     વૃઘ્ઘને હવે નોકરી કરવાની કોઇ જરૂર રહી નથી. આમ છતાં નોકરીનો છેલ્લાં દિવસે અ‍ેક મસમોટો ઓર્ડર લાવીને બોસની ક^બિનમાં રજા લીઘા વિનાં જ પ્રવેશ કરે છે અને પેલાં ઓર્ડરનાં કાગળિયા બોસના ટ^બલ પર ફેંકે છે. બોસ વૃઘ્ઘના આવા બેપવાહીભર્યા વર્તનની નોંઘ લે છે, પણ આટલાં મોટા ઓર્ડર લાવનારને કંઇ વઢાય થોડું? અ‍ે વૃઘ્ઘનાં વખાણ કરવા પ્રયત્ન કરે છે, પણ વૃઘ્ઘ તો બગાવતના મૂડમાં છે. રજીનામું આપી, પગાર લઇ અ‍ે ત્યાંથી નીકળી જાય છે.
     ઘર ચલાવાની ચિંતામાં આખી જિંદગી વૃઘ્ઘે વૈતરું જ કર્યું હતું. પોતાનાં શોખ, પોતાની ઇચ્છાઓ પૂરી કરવાનો અ‍ેને કયારેય સમય જ નહોતો મળ્યો. જિંદગીઅ‍ે હવે અ‍ેને અ‍ેવી તક પૂરી પાડી હતી. નોકરી છોડવાનો નિર્ણય આ દિશામાં પહેલું પગલું હતું. પછીના દિવસોમાં વૃઘ્ઘ અ‍ે જ વકીલની મદદ લઈને ઘરનાં સભ્યોને અ‍ેમની ઇચ્છા મુજબની બઘી વ્યવસ્થા કરી આપે છે. પત્નીને અ‍ેક મકાન લેવાની ઇચ્છા હતી. દીકરાને કારનો શોરૂમ ખોલવાની ઇચ્છા હતી અને દીકરી ઢગલાબંઘ સાડીઓ ખરીદવાની અને સૌંદર્યપ્રસાઘનોની દુકાનો ખરીદવાની ઇચ્છા હતી. આ ઉપરાંત અ‍ે બઘાનાં બ્ૉંક ખાતામાં અ‍ેક અ‍ેક લાખ રૂપિયા પણ મૂકી આપ્યા છે.
     હવે બચ્યા વૃઘ્ઘ પોતે. પરિવારજનોની ઇચ્છા પૂરી કરી અ‍ે લાંબી મુસાફરીઅ‍ે ઊપડી જાય છે. ટ્રેઇનમાં ટીસી આવે છે ત્યારે વૃઘ્ઘને ખ્યાલ આવે છે કે પોતે ટિકિટ તો ઘરે જ ભૂલી ગયા છે. ટીસી કહે છે તમે ટિકિટ લીઘી જ નહીં હોય. વૃઘ્ઘ કહે છે અ‍ેણે ટિકિટ તો લીઘી જ હતી; આમ કહી અ‍ે સ્ટેશનનું નામ પણ લે છે. ટીસી હસીનેે જણાવે છે કે અ‍ે ટ્રઈન અ‍ે સ્થળે જતી જ નથી; અ‍ેણે ખોટી ટ્રઇન પકડી છે. વૃઘ્ઘ અ‍ેને અ‍ે ટ્રઇન જયાં જતી હોય અ‍ે છેલ્લાં સ્ટેશનની ટિકિટ આપવા કહે છે. ટીસી પણ સજજન માણસ છે, પણ વૃઘ્ઘની આવી વાત સાંભળીને અ‍ે મજાક કરતો હોય અ‍ેમ કહે છે, “તમારે કયાં જવું છે અ‍ેની તમને પણ ખબર નથી અ‍ેવું લાગે છે!” વૃઘ્ઘ કહે છે, “મારે કયાં જવું છે અ‍ેની તો મને ખબર છે, પણ મને અ‍ે જગ્યાનાં નામની ખબર નથી.” ટીસી અ‍ે જગ્યા વિશે વઘું પૂછે છે ત્યારે વૃઘ્ઘ જણાવે છે કે અ‍ે કોઇ અ‍ેવી જગ્યાઅ‍ે જવા માંગે છે જયાં અ‍ેના આત્માને શાંતિનો અનુભવ થાય; અ‍ેવી જગ્યા જયાં અ‍ે સુખ–ચેનથી અમુક સમય વીતાવી શકે. ટીસી હવે અ‍ે વૃઘ્ઘની મનોદશા સારી રીતે સમજી ચૂકયો છે. અ‍ે અ‍ેને અ‍ે જ રૂટ પર આવતા પોતાનાં ગામે જવાનું કહે છે. વૃઘ્ઘ ત્યાં જવા તૈયાર થાય છે.
     ગામમાં પહોંચી વૃઘ્ઘ અ‍ેક મોટું મકાન ભાડે લઇ લઈ લે છે. વૃઘ્ઘે અમુક મહિનાનું ભાડું અ‍ેડવાન્સમાં ચૂકવી દીઘું છે અ‍ેથી આર્થિક ખેંચ અનુભવતા મકાનમાલિક પણ રાજી થઈ જાય છે. મકાન કેટલાયે દિવસથી બંઘ છે. મકાનમાલિકને પરાણે વહાલી લાગી અ‍ેવી સુશીલ અને સમજદાર દીકરી છે જે આ મકાનની સાફસફાઇ કરી રહેવાલાયક કરી આપે છે. ભણીગણીને ડોકટર થવા માંગતી મકાનમાલિકની દીકરીની કૉલેજની ફી ભરવાનાં રૂપિયા પણ ઘરમાં ન હતાં. રૂપિયાની ખાસ જરૂર હતી અ‍ે સમયે જ વૃઘ્ઘે ત્યાં પહોંચીને અ‍ેમને અ‍ેડવાન્સ ભાડું આપ્યું હતું તેથી મકાનમાલિકની દીકરી પોતે પણ વૃઘ્ઘનો આભાર માને છે.
વૃઘ્ઘને જેવા સ્થળની તલાશ હતી આ અ‍ેવું જ સ્થળ હતું. અહીં પહાડો છે, દરિયો છે, દૂર દૂર સુઘી ફેલાયેલા સુંદર ખેતરો છે, મગજને તરોતાજા કરી મૂકે અ‍ેવો ગુલાબી પવન છે અને માયાળું માણસો છે. અ‍ેક દિવસ દરિયો જોઈને પોતાના યુવાનીનાં દિવસો યાદ આવી જતાં વૃઘ્ઘ તરવાનું સાહસ ખેડે છે, પણ આગળ જઈને થાકી જતાં ડૂબવા માંડે છે. સદભાગ્યે ત્યાંથી અ‍ેક હોડી પસાર થઈ રહી હતી. અ‍ે હોડીનો નાવિક વૃઘ્ઘને હોડીમાં ખેંચી લે છે. હોડીમાં અ‍ેક સ્ત્રી પણ છે. સુંદર છે, ભણેલીગણેલી છે, અને વળી ચિત્રકાર છે. અ‍ેને ગામનાં છોકરાઓ માટે સ્કૂલ ખોલવાની ઇચ્છા છે. બીજી કોઇ સુવિઘાના અભાવમાં વૃઘ્ઘ પોતાના અ‍ે મોટા મકાનનો અ‍ેક ઓરડો ગામનાં બાળકોને ભણાવવાં માટે અ‍ે સ્ત્રીને આપી દે છે.  વૃઘ્ઘ સુખપૂર્વક પોતાનો સમય વ્યતિત કરવા માંડે છે. લોકો સાથે પરિચય વઘે છે. મકાનમાલિક સિવાય અ‍ેમના પાડોશી ઠાકુરસાહેબ છે જેમની સાથે વૃઘ્ઘ અવારનવાર શતરંજ રમવા જાય છે. ગામમાં કોઇ રોગથી ખેડૂતોના બળદો મરવા લાગે છે ત્યારે વૃઘ્ઘ પોતાના વકીલનો સંપર્ક કરી ગામમાં ટ્રેકટર લાવે છે. આમ ગામલોકો સાથે પણ સંપર્કમાં આવે છે.
     આ દરમિયાન વૃઘ્ઘનાં દીકરાઅ‍ે પોતાના ભાગના બઘા રૂપિયા ઉડાડી મૂકયા છે અને ઘંઘામાં પણ ખોટ ખાઘી છે. બાઈબલમાં આવતી પેલી ‘ઘ પ્રોડિગલ સન’ની વાર્તામાં થાય છે અ‍ેમ વૃઘ્ઘનો દીકરો આ ગામમાં આવી આવા માયાળું પિતાને પોતે કયારેય સમજી ન શકયો અ‍ે બદલ માફી માંગે છે. હવે વૃઘ્ઘનો દીકરો પણ ગામમાં રહીને ટ્રેકટર ચલાવી ખેડૂતોને ખેતી કામમાં મદદ કરે છે. મકાનમાલિકની દીકરી અને વૃઘ્ઘનો દીકરો અ‍ેકબીજાની નજીક આવે છે. સમય પસાર થતો રહે છે. અમુક સમય પછી મકાનમાલિકની દીકરી શહેરમાં પોતાની પરીક્ષા આપવા જાય છે. ગામમાં હૉસિ્પટલ અને સ્કૂલ ખોલવાની વાતો થાય છે. વૃઘ્ઘ અ‍ેમાં પોતાનો મોટો ફાળો આપે છે. ગામનાં લોકો પર વૃઘ્ઘની છાપ અ‍ેક પરોપકારી માણસ તરીકેની છે, કારણ કે ઘણાં લોકોઅ‍ે અ‍ેમની કૃપાનો ફાયદો અ‍ેક યા બીજી રીતે મેળવ્યો છે. મકાનમાલિકની દીકરી ડોકટર બનશે ત્યાં સુઘીમાં હૉસિ્પટલ તૈયાર થઈ જશે. પછી હૉસિ્પટલની જવાબદારી અ‍ે જ સંભાળશે.
      અ‍ેક દિવસ વાતવાતમાં વૃઘ્ઘ પોતાના મકાનમાલિકને પોતાનાં દીકરા માટે અ‍ેમની દીકરીનો હાથ માંગે છે. મકાનમાલિક રાજી થઇને આ પ્રસ્તાવને સ્વીકારે છે. વૃઘ્ઘનો દીકરો પોતાની માતા અને બહેનને પણ અહીં લાવવા શહેર જાય છે.
     આ સમય દરમિયાન પેલી ભણેલી સ્ત્રીનો બનેવી પોતાની આ સુંદર સાળી પોતાને કોઇ ભાવ આપતી નથી અ‍ે વાતનો બદલો લેવા ગામમાં અ‍ેવી અફવા ઉડાવે છે કે પેલા વૃઘ્ઘ અને પોતાની સાળી વચ્ચે અનૈતિક સંબંઘો છે. વળી સંજોગો પણ અ‍ેવા બને છે કે પેલી ભણેલી સ્ત્રીને રાતે વૃઘ્ઘના ઘરે સૂવું પડે છે. લાકો કશું અયોગ્ય ન વિચારે અ‍ેટલે અ‍ે રાત્રે પેલાં વૃઘ્ઘ પોતે પાડોશી ઠાકોરસાહેબને ત્યાં જ સૂઈ જાય છે. વૃઘ્ઘને ચોખવટ કરવાની તક પણ આપ્યા વગર ગામાનાં લોકો અ‍ેને ખરી ખોટી સંભળાવે છે. વૃઘ્ઘ ચાલતાં ચાલતાં કયાંક દૂર નીકળી જાય છે. ઠાકોરસાહેબ વૃઘ્ઘના મકાનમાલિક સામે ચોખવટ કરે છે કે અ‍ે રાત્રે અ‍ે વૃઘ્ઘ મોડી રાત સુઘી પોતાની સાથે શતરંજ રમતા રહ્યા હતા અને પોતાને ત્યાં જ સૂતા હતાં.
     બઘી ચોખવટ થઇ જતાં ગામલોકો અને મકાનમાલિક વૃઘ્ઘના ઘરે માફી માંગવા જાય છે. વૃઘ્ઘની પત્ની, દીકરો અને દીકરી પણ શહેરથી આવી ગયા છે. હવે બઘા અ‍ેમને શોઘવા નીકળે છે. આખરે અ‍ે અ‍ેક ઝાડ નીચે બેઠેલાં મળી આવે છે. ગામના લોકો અ‍ેમની માફી માંગે છે, પણ હવે અ‍ે માફી પણ આપી શકે અ‍ેમ નથી, કારણ કે ગામલોકો ત્યાં પહોંચ્યા ત્યારે વૃઘ્ઘનું ખોળિયું જ ત્યાં હતું, પ્રાણ તો કયારનોય જતો રહ્યો હતો.”
2016માં ફરી ઈન્ટરનેટ પર સર્ચ કરતાં મને આ ફિલ્મ મળી આવી. ફકત નામ અને વિગત જ નહીં, પણ યુટયુબ પર પૂરીપૂરી ફિલ્મ પણ મળી આવી. અને અ‍ેમાં ત્રણ કલાકારો ઘણા ખરા વિખ્યાત હતા. અ‍ે ફિલ્મ કઇ હતી અ‍ે માટે ‘અ‍ેક ફિલ્મની કનડતી સ્મૃર્તિઓ – 2’ લેખ વાંચવો જ રહ્યો. આમ છતાં કોઈને યાદ આવે તો જણાવશો.

ધધધધધધધધધધધધધ

હિતેષ જાજલ
સંત કબીર રોડ,
10, રાજારામ નગર,
રાજકોટ –360003
મોબાઈલ નં. 8780111642

Tuesday, 26 November 2019

My Experiences in the Pool


It was my long-time dream to learn swimming as I always thought it to be one of those few most necessary lifeskills that one should master in one’s life. Last month (9th Oct., 2019, to be precise), I joined Swami Vivekanand Swimming Pool, near Pedak Road which is run by RMC. This is a three-month course. It has been great fun all along to put the body in the water for one full hour. It is something like playing golf; you enjoy it even if you don’t know how to play it. We have four coaches here: Siddharth sir, Vikram sir, Nachiket sir and Anand sir.
On the first day my coach, Nachiket sir, told me to just walk to and fro the width of the pool (21 metres) to make myself comfortable in the water and have some experience of underwater gravity. The depth at this end of the pool was merely 4 to 5 ft. Then there was bubble practice in which I was asked to take in deep breath, submerge myself completely into the pool water and breathe out the air in bubbles. During these two days I had already started practicing freestyle. On the fourth day, once we were through bubbling, floating, kicking, and diving, Siddharth sir explained us how to move hands in freestyle and why it was necessary to move them correctly. He gave the example of the oars of the boat (He used the nice Hindi word “patvar”). The oars propel the boat furthure by forcing the water backward.
This analogy of body as a boat and hands as oars worked with me and I did propel my body boat with my hand oars. Initially it gave a bit of confidence. But that confidence didn’t last long as one problem cropped up that bogged me down for more than two weeks and that was related to breathing and movement of the head. I was able to swim 10 to 15 metres but the bad thing was that I used to keep my head completely down under the water and hold my breath so at the end of 15 metres, my lungs became completely devoid of oxygen and carbon dioxide built up in them made me feel out-of-breath. I was somehow unable to take breathe during the swim. I saw some videos on youtube for whatever guidance I could have to get rid of this problem by learning a proper way to breathe. If someone asked me about the most difficult thing to master in swimming, I would say it is breathing while swimming. Most elite swimmers swim by keeping their face looking straight down, at the bottom of the pool and only turn their face to breathe. I tried to do the same, but what was easy to watch in the videos was difficult to do in practice. It is like a kid who learns how to ride a bicycle; if he focuses on governor, he forgets to pedal and if he focuses on the pedals, he forgets the governor. What to do? I saw others, my batch fellows, swaying their face both ways while swimming. But I was following the videos and the elite swimmers who never did that. At last I asked the coach, Vikram sir, who advised me to do the same as other biginners like me were doing: turn face sideways constantly while swimming so that my face remaind outside the water and I am able to breathe and swim longer distance.
I tried to do that but still movement of the neck was not satisfactory to the coaches. I thought maybe at 40, my neck and shoulder muscles have become too stiff to move correctly. However I continued the practice. But after a few days I felt I had reached a plateau where I was making no progress. I was getting frustrated as others were making progress. I was contemplating chucking up. I thought I have learned as much as I could. During these days, our coaches annonced the test and we were to swim entire length of the pool (i.e. 50m). I was not able to swim the width of the pool (21m) and here I was supposed to swim 50m! The middle of the pool had the depth of 8 to 9 ft. and the very thought that I would give up during that part made me more distraught. On that day I swam near the side of the pool and I finished the entire length with four stops. No doubt, it was a bad performance. However our coaches, observing us outside the water, shouted four suggestions to me during the test which proved quite useful later:
1.                             “Your legs are not working properly. Use your legs and kick properly.”
2.                             “Keep your body completely horizontal near the surface.”   
3.                              “Turn your head properly. Let your one ear and cheek submerge in the water when you move your hand and try to look towards the sky. That way you will be able to breath more freely ”    
4.                              “Don’t keep your body so stiff. Allow it to relax. Remember your position when you learned to float. Once you relax your body, you just have to move your hands and legs.”   
After the test I had a long discussion with my coach, Siddharth sir, on my problem and he repeated his advice with demonstration of head and neck movements. I thought maybe I should stop comparing myself with others who moved ahead of me and be happy as long as I am learning something on a daily basis that enhances my swimming style. I realised I should do more practice with correct guidance. I started practice again; this time with more fervour. And one day I felt that I could swim more than 15 metres because I was able to breathe in once or twice! There was no out-of-breath distress at the end. The following day, I swam 20 metres before I gave up and I felt that now I was able to move my head both the sides and breathe in while swimming. That very day I swam entire width of the pool (21 m i.e. 68 feet) at one go and all along I had been breathing, turning the head both the sides. I must admit it was a nice feeling.
This is an account of my one-and-a-half month swimming experience. Long ago I watched a movie named “The Curious Case of Benjamin Button” in which an old lady, around 50 or 60, fulfilled her dream to swim across English Channel (32 kms). Many people have done it. Recently I read about Sarah Thomas, 37 year old American lady, who swam across English Channel four times in a row in 54 hours. I hope I will be able to swim at least 100m before my three months come to an end.