Thursday 28 July 2011

Karanataka CM B S Yeddyurappa ready to quit

A good news indeed. The day before yesterday I read Nagindas Sanghvi’s column (Tad ane Fad)in the Wednesday supplement of Divya Bhaskar where he likened Yeddyurappa’s political career with the the famous maxim: A cat has nine lives. His point was that this Karnataka CM possesses such tremendous power and influence that he will not give in easily and will survive all political problems against him… Thanks to the Lokayukta of Karnataka justice Hegde who submitted his 25,228 pages long report categorically showing Yediurappa, Reddy brothers who are ministers and other 600 officials involved in ill-legal mining in Karnataka, that this time the central leadership of BJP decided to put pressure on Yediurappas to quit..

Why corruption is so rampant? And why govt. is not taking firm action against those involved in such cases? Anna Hazare and others see the answer/solution in Lokpal/Janlokpal. The important point they are raising is: Why govt. takes step against the perpetrators only after the Supreme court interferes? Why govt doesn’t do so on its own? CBI, as it is now, is not independent of Govt. And govt. does put pressure on it as and when need be. Lokpal will be independent. And if ministers don’t come under the purview of Lokpal, the bill would become toothless.

The saddest thing is that ministers themselves are the real culprits and who will raise voice against them? They are doing all this openly and there is none to stop them. They remind us of the sayings: Is Hamam Me Sab Nange Hai!! And Jis Desh ka Raja Vepari, Us Desh Ki Praja Bhikhari...

Monday 18 July 2011

શ્રી રઘુવીર ચૌધરીના લખાણમાંથી પસંદ કરેલાં અવતરણો

મા-બાપને પુત્ર અને પુત્રવધૂ કરતા પૌત્ર વધુ ગમે. એમાંથી જ પેલી કહેવત પડીઃ મૂડી કરતા વ્યાજ વધારે વહાલું લાગે.

ઓછાબોલા હોવાનો એક ફાયદો છે. આપણી પીડા પ્રગટ થઈ જતી નથી, આપણા ઘા ખુલ્લા પડી જતા નથી અને જલદી રુઝાઈ જાય છે.

આગળ વધવા માગનારને ભૂતકાળમાં ખૂંચી જવું પાલવે નહી.

જેણે જીવનમા ચોક્કસ આદર્શો સિધ્ધ કરવા છે, એણે સંસારની માયાજાળમાં લપેટાવું નહીં.

પ્રતિભાશાળી માણસો થોડાક એબ્નોર્મલ તો હોવાના જ.

ફાયર બ્રિક્સ સર્વાધિક તપીને જ તમામ પ્રકારના તાપમાનનો સામનો કરી શકે છે.

માણસમાં પુનર્વિચાર કરવાની શક્તિ ન હોત તો એ શું નું શું કરી બેસત?

જેનામાં ઊંડી સંવેદના હોય એ જ પાગલ થઈ શકે.

જે પ્રવાહમાં વહી ન જાય અને કિનારે ઉભો રહીને વસ્તુસ્થિતી સમજી લે એને તટ-સ્થ કહેવાય.

પતિ-પત્ની વચ્ચે ટૂંકી મુદતના રિસામણા ચાલ્યા કરે.

લગ્ન પછી પ્રણયકલહથી પ્રેમ વધે છે.

એક સમય એવો હોય છે જયારે પ્રેયસીના દર્શન માત્રથી રક્તસન્ચારની ગતિ વધી જાય છે.

સુખી થવા પ્રયત્ન કરવા કરતા અન્તઃકરણને અનુસરીને પ્રવૃત્તિ કર્યા કરવી.

મને માણસમાં પણ અખુટ શ્રધ્ધા છે. ક્યારેક એનામા સન્ગોપાયેલું દૈવી તત્ત્વ માથું ઉચકતું પણ હોય. કોને ખબર?

અનુકૂળ માણસોનો અનુકૂળ માણસો સાથે કોઈ પૂણ્ય બળે જ સંગ થાય છે.

દરેક માને એમ લાગે છે કે દીકરી પિયરમા જેટલી સુખી હતી એટલી સાસરે સુખી નથી.

બીજાના મનોરંજન સિવાય પતિ-પત્નીની લડાઈ કશા કામની નથી.

પતિ-પત્ની જીન્દગીભર નક્કી કરી શકતા નથી કે કોણ કોનાથી વધુ સારુ. છેલ્લે બેમાંથી એકનું અવસાન થાય છે અને બીજાને વિચારવા માટે પૂરતો વખત મળે છે તો એને ખ્યાલ આવી જાય છે કે મરનાર પોતાનાથી વધુ સારુ હતુ. મરણ મરનારના ગુણો ઉપસાવી આપે છે.

માણસનાં ગુણ કરતાં એના રુપની ખબર વહેલી પડે.

બાળકોને બાહ્ય સૌન્દર્ય કરતા આન્તરિક સૌન્દર્યમાં વધુ સમજણ પડે છે કારણ કે એમને સૌન્દર્ય સાથે સ્વાર્થનો સંબંધ નથી હોતો.

માણસો બાધા કેમ રાખતા હશે? પરમાત્માને પ્રાર્થના હોય, શરતી વિનંતી નહીં.

દુનિયામાં સારા માણસો છે તેથી તો જીવવાનુ મન રહે છે, મરવા માટે પૂરતા કારણો હોવા છતાં.

બસમાં કોઈ વૃદ્ધાને જગ્યા આપવા કોઈ યુવાન તૈયાર ન હોય પણ કોઈ સૌન્દર્યવાન વર્ગસખી જો ઊભી હોય તો એને જગ્યા આપવા સ્પર્ધા થઈ જાય!

લોકો મારા વિશે ખરાબ બોલે એમાં મને ગુસ્સો નથી આવતો.જેમના બધા વખાણ કરતા હોય એવા મણસો પણ કયારેક નાલાયક હોય છે.

જે સ્ત્રીઓ ઊન્ઘમાં પણ સપ્રમાણ અને સ્વસ્થ લાગે એને હું સુન્દર કહું.

એક પક્ષીય પ્રેમ વધુ પ્રબળ હોય છે.

પ્રેમનો અનુભવ થયા પછી પ્રેમ વિના જીવવુ કેટલુ અઘરુ છે એ તો એ જ જાણે.

બીજવર પરણી મહાસુખ પામે એ કહેવત અમસ્તી જ પડી નથી.એકવાર છૂટાછેડા લેવા પડયા હોય એ પતિ નિષ્ફળ દામ્પત્યના કારણો બરાબર જાણતો હોય છે.

બે હૃદયનો સમ્બન્ધ કોઈ ત્રીજી વ્યક્તિનુ અહિત ન કરે એમાં જ એની સાર્થકતા છે.

આપણે જેનું કલ્યાણ કરી શક્યા ન હોઈએ એનું બીજા દ્વારા કલ્યાણ કરી આપવાની વાસના રહી જતી હોય છે.

પુરુષોના અભિપ્રાયની યુવાન સ્ત્રીઓ પર વધુ પડતી અસર થાય છે.

માફ કરવામા આવે એ તો એક જ વખત.ભૂલ બેવડાતી રહે તો ગુનો બની જાય છે.

મરનારનો કોઈ વિકલ્પ નથી.

ઘાતકી અનુભવોના સ્મરણો પણ જીવલેણ રોગની જેમ પીછો છોડતા નથી.

તટસ્થ થયા વિના વિશ્લેષણ ન થઈ શકે.

પ્રેમનો અનુભવ જીન્દગીભરની મૂડી બની રહે છે.

અગવડ-સગવડના અડધા મૂળ માણસના મનમાં હોય છે.

ફોન પર આંસું લૂછી શકાતા નથી.

વધતી જતી ફાન્દને લોકો સુખની નિશાની ગણે છે.

પુરુષો કરતા સ્ત્રીઓને સાધુ સંતો વધુ ગમતા હોય છે.

આજીવન કુવારા રહેવાની જાહેરાત કરનાર પણ નિર્ણય બદલતા હોય છે.

સ્ત્રી હાથ લંબાવતી નથી; એ પ્રતિભાવ દાખવે.અર્પણ થાય.

ઝગડો કરવા કરતાં મૂંગાં રહેવું સારું.

પ્રક્રુતિનુ સાહચર્ય માણસને એકાન્ગી થવા દેતુ નથી, જીવન્ત રખે છે.

સમજવાથી અન્તર વધે, ચાહવાથી ઘટે.

લાગણીની વિમળતા એ જ સારપનુ પ્રમાણ છે.

અમલમા ન મુકાયેલો આદર્શ દમ્ભ છે.

સયમ એ પણ તપનો ભાગ ગણાય છે.

કેટલાક લોકો આખી જિન્દગી સુન્દર રહેવા માટે જ સર્જાયા હોય છે.

પ્રિયજનની વિમુખતા પછીની એકલતા પણ એક જાતનુ મ્રુત્યુ જ છે.

બાળલગ્નનો સૌથી મોટો ફાયદો એ છે કે લાગણીઓને ચોક્કસ દિશા મળી જાય છે, મન ભટકતુ નથી, પસન્દગીની વિમાસણ રહેતી નથી.

કળાકાર થવા પહેલા ભાવકની કક્ષા પ્રાપ્ત કરવાની હોય છે.

માણસ પોતાના માટે વેઠે એ તાપ, બીજાના માટે વેઠે એ તપ.તપ એ જ સેવા.

સમાધાન વિના સહજીવન શક્ય નથી.

માણસને જે ન મળે એનુ મહત્વ મળેલા કરતા વધુ છે.

બાળપણની પ્રીત ભૂલાતી નથી, એ ભલે એક પક્ષીય હોય.

જે પ્રેમ ફલિત નથી થતો એ પણ એળે નથી જતો.

જે વ્યક્તિ કોઇને ચાહી શકે છે એનામા સચ્ચાઈ હોય છે.

ક્રુષ્ણ, ઈશુ, બુધ્ધ, કે ગાન્ધીએ નવા ધર્મનો નહી, નવા જીવનનો ઉપદેશ આપ્યો હતો.

ગમ્ભીરતાપૂર્વક લાદેલી નહી, પણ સ્વયમ્ભુ શિષ્ત જ વિકાસમા ઉપકારક થઈ શકે.

પોતાના સ્મરણોની હત્યા કરવી એ પણ એક પ્રકારની આત્મહત્યા જ છે.

http://rangdwar.com/web/?option=com_content&task=view&id=18&Itemid=36


.

Thursday 7 July 2011

The First Rain








I took these photos on my way to Jetpur last Saturday. Every one was expecting rain. Yesterday Lord Indra relented and there was a all-of-sudden downpour of rain. I was taking a stroll after finishing my tuition at around 8.45 and big drops started falling without any warning. It was followed by the thunder and lighting. I had to take shelter in a nearby complex. Withing few minutes the road was flooded with water.I was stranded there for around half an hour and could go only when the rain lost its vigour.