ઘાટલોડિયા,અમદાવાદ
૫/૩/'૦૯
પ્રિય શ્રધ્ધા,
આજે બપોરે ઘરે આવ્યો ત્યારે પગથિયા ચડતા જ મારી નજર બદામના ઝાડ પર બેઠેલા બન્દરો પર પડી.બદામ તો હતી નહી એટલે બદામના પાન્દડા તોડી તોડીને ઝાપટતા હતા.રજકોટમા બન્દરો આવી રીતે જોવા મળે નહિ.પ્રાણીસન્ગ્રહાલયે જ જવુ પડે.અમદવાદમા તો સમયે સમયે એમનો એક રાઊન્ડ લાગી જ જાય.સારુ છે.સતત માણસોને જોતા રહ્યા પછી બન્દરોને જોવાથી આખોને ઠન્ડક પહોચે છે.આમ પણ આખોને પરિવર્તન પસન્દ પડે છે.
પ્રિય શ્રધ્ધા,
આજે બપોરે ઘરે આવ્યો ત્યારે પગથિયા ચડતા જ મારી નજર બદામના ઝાડ પર બેઠેલા બન્દરો પર પડી.બદામ તો હતી નહી એટલે બદામના પાન્દડા તોડી તોડીને ઝાપટતા હતા.રજકોટમા બન્દરો આવી રીતે જોવા મળે નહિ.પ્રાણીસન્ગ્રહાલયે જ જવુ પડે.અમદવાદમા તો સમયે સમયે એમનો એક રાઊન્ડ લાગી જ જાય.સારુ છે.સતત માણસોને જોતા રહ્યા પછી બન્દરોને જોવાથી આખોને ઠન્ડક પહોચે છે.આમ પણ આખોને પરિવર્તન પસન્દ પડે છે.
એમને જોઇન એક ક્ષણ તો માર પગ થમ્ભી જ ગયા.મને મારા માસી યાદ આવ્યા.માસા-માસી હમણા જ વ્રુન્દાવન ગયા હતા.ત્યા એક મન્દીર નજીક બન્દરોના ટોળાએ એમને ઘેરી લીધા હતા.એ તો સુવિદિત છે કે વ્રુન્દાવનમા પન્ડાઓ અને બન્દરો એકવાર ઘેરી લે એટલે કશુક મેળવ્યા વિના છોડે નહિ.એક શરારતી બન્દરે ઝાટકો મારીને માસીના ચશ્મા ખેચી લીધા.પણ ચશ્મા એને શા કામના?એ વાતનુ જ્ઞાન થતા ફેકી દીધા.કાચ તુટવા જોઇતા હતા પણ તૂટી ફ્રેઇમ્.એ બન્દરે માસાને ચારસો રુપિયા નુ ખરચ કરાવ્યુ!મને મારા ચશ્મા ઊતારી નાખવાનો વિચાર આવ્યો પછી થયુ કે આ બન્દરો સજ્જન હોવા જોઇએ નહિતર મને જોઇને અદબ રાખીને મારા માટે આમ રસ્તો ન કરી આપત્.
થોડા દિવસો પહેલા મે ડિજિટલ કૅમેરા લીધો હતો ઍ લાવીને એમના ૧૦-૧૫ ખૂબસૂરત ફોટાઓ ખેચ્યા.મને તો આ પ્રવ્રુતિમા ખૂબજ મજા આવી;એમને આવી કે નહિ ખબર નથી.આ પત્ર સાથે એમાથી ૨-૩ ફોટઓ તને મોકલીશ.
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'મા અમુક સમય પહેલા પ્રખ્યાત્ ફોટોગ્રાફર શ્રી પ્રાણલાલ પટેલ વિશે વાચ્યુ હતુ.ઍમણે હમણા જ જીવનની શતાબ્દી પૂરી કરી.અને એ ખુશીમા એમનુ બહુમાન કરવા આ અખબારે અમુક દિવસો સુધી એમણે લીધેલા ફોટોગ્રાફ્સ છાપવાનુ પ્રયોજન રાખ્યુ હતુ. એમા પાચ દાયકા પહેલાના અમદવાદને જોવાની ખરેખર ખૂબ મજા આવી હતી.કાલુપુર રેલ્વે-સ્ટેશન,કાકરિયા,દિલ્લી દરવાજા,માણેકચોક,.....એક એક સ્થળના બહેતરીન ફોટોગ્રાફ્સ્ કૅમેરાની આખે એમણે આપ્યા છે.મને કૅમેરા લેવાની ઇરછા તો ઘણા સમયથી હતી,પણ એમના વિશે વાચ્યા પછી આખરે ખરચ કરી જ નાખ્યુ.શરુઆત કરી અમદાવાદની જૂની અને જાણીતી એમ.જે. લાયબ્રેરીથી.એ તસવીર ખૂબ ફાઈન આવી છે.સમય મળે તો વધુ ખેડાણ કરવાની ઇરછા છે.હાથમા બાઈક અને કૅમેરા હોય ને અમદાવાદ જેવુ શહેર હોય તો પછી વિચારવાનુ શુ હોય?
અમદાવાદ આવ્યા પછી ઘણીવાર વિચાર આવે છે કે નવી જગ્યાએ અજાણ્યા થઈને વસવાટ કરવાનો પ્રયોગ એક્વાર તો કરવો જ જોઈએ.વ્રુક્ષની જેમ એક જ સ્થળે જન્મીને એજ સ્થળે મરી જવાનુ આપણને કેમ પાલવે?
અમદાવાદ અને અમદાવાદીઓની છાપ ભલે ગમે તેવી હોય્,પણ અહિના વાતાવરણની શાન્તી,ઠન્ડક,હૂફ અને સત્વિક્તાએ મારામા ઘણુ પરિવર્તન લાવી દીધુ છે,શારિરીક અને માનસિક એમ બન્ને રીતે.રાજકોટ્ની અને મિત્રો-સ્નેહીજનોની યાદોથી ખેચઈને હુ ત્યા પછો જઈશ તો પણ અહિ સુખરુપ પસાર કરેલો કાળ મરણ્પર્યત ભૂલાશે નહિ.પાચચો વર્ષના તેજસ્વી વારસાના પ્રભાવથી આ શહેર દિવસ-રાત ઝળહળે છે.મને તો અહિ પાચશો વર્ષ જૂના,ફેલાયેલા ઘટાદાર વ્રુક્ષ ની ગાઢ છાયામા બેસવાની અનુભૂતિ થાય છે.
અમારા પિયૂન-મહેશ-સાથે પણ અમદાવાદમા ફરવાનુ થાય્.૨૩-૨૪ વર્ષનો યુવાન છે.હમણા જ એના લગ્ન થયા છે.અને બહુ ઉત્સાહી છે.કદાચ લગ્નનો હેન્ગઓવર ચાલુ છે!અમુક દિવસો પહેલા મે એને રઘુવીર ચૌધરીને લખેલો પત્ર પોસ્ટ કરવ આપ્યો હતો.ઍ ભૂલી ગયો.મે પૂછ્યુ તો કહે,"ગુલબાઈ ટેકરા ક્યા આઘુ છે?આપણા સેટેલાઈટવાળા સેન્ટરે જઈશુ ત્યારે રસ્તામા એમના ઘરે જ રૂબરૂ આપી દેજો." મે કહ્યુ,"એ વ્યસ્ત લેખક.મારાથી વગર પરવાનગીએ એમને ખલેલ ન પહોચડાય." એણે કહ્યુ,તો તમે નીચે બાઈક પર જ રહેજો.હુ આપી આવીશ.પછી એમ જ કર્યુ.
ગઈ શિવરાત્રિએ મારી ઇરછા જુનાગઢ પહોચી જવાની હતી.ખાલીસ ભાન્ગ પીવાની પણ ઇરછા હતી.જુનાગઢ જવાનુ તો શક્ય ન બન્યુ,પણ ભાન્ગ તો અમદાવાદમા પણ મળી શકે.મે રૂપિયા આપી મહેશને ભાન્ગની વ્યવસ્થા કરવા મોક્લ્યો.એ આજુબાજુ ભટકીને ભાન્ગ વિના જ પાછો ફર્યો.બોલ્યો,આપણે બાઈક પર જ કામેશ્વર મહાદેવના મન્દિરે જઈએ ત્યા પ્રવાહી ભાન્ગ સાથે લસોટેલી ભાન્ગની ગોળીની પણ વ્યવસ્થા થઈ જશે.કામેશ્વર મન્દિરે ભાન્ગ તો મળી પણ પીધા પછી કમબખ્ત નશો જ ન ચડયો.મહેશે તો પેલાને ભાન્ડવાનુ શરુ કર્યુઃ નશો કેમ ચડતો નથી?મહેશને ગુસ્સે થતો જોઈ પેલો મૂછોમા હસતો હસતો વિચારતો હશેઃનશો ચડવા લાગ્યો છે!!!
અમદાવાદ આવ્યા પછી પહેલુ કામ મે અમદાવાદનો નકશો ખરીદવાનુ કર્યુ હતુ.આ ઘર ભાડે લીધુ એ તો બે મહિના થય પછી.શરૂઆત્ન બે મહિના હુ કાળુપુર રૅલ્વે-સ્ટેશન પાસેના રાજનગર ગેસ્ટ-હાઉસમા રોકાયો હતો.ત્યાથી જ નકશાની મદદથી હુ કાકરિયા,લૉ-ગાર્ડન,પરિમલ ગાર્ડન,ગાન્ધી આશ્રમ(સાબરમતી આશ્રમ)વૈશ્નોદેવી મન્દિર,એમ્.જે. લાયબ્રેરી એમ ફરતો થયો.એ દિવસોમ હુ જેટલુ ફર્યો એટલુ હવે ફરતો નથી.અમદાવાદ ભારતનુ સાતમા નમ્બરનુ મોટુ શહેર છે,પણ મને આ વાત ગળે વાત ગળે ઉતરતી નથી.સાતમા નમ્બરનુ મોટુ શહેર મને નાનુ લાગે છે!
બે મહિના સુધી હુ અવઢવમા હતો.મને ખબર નહોતી કે અહી લામ્બો વસવાટ કરીશ કે પછી ઉચાળા ભરીને રાજકોટ રવાના થઈ જઈશ.પછી જયારે નિર્ણય કરી જ લીધો ત્યારે ભાડે મકાનની શોધ અખબારમા શરુ કરી.મમ્મી પણ રાહ જોતા હતા કે હુ કયારે મકાનનુ નક્કી કરુ. સ્ટાફ-મિત્રો આ કામમા ખાસ મદદ ન કરી શકયા.૨૬/૭/'૦૮ ન બૉમ્બ-બ્લાસ્ટ પછી અમદાવાદમા અજાણ્યા માણસ માટે ઘર ભાડે લેવુ,એ દિવસોમા દુષ્કર કર્ય બની ગયુ હતુ.અત્યારે તો લોકો એ પણ ભૂલી ગયા છે કે આવો હુમલો થયો હતો.આખરે દલાલની મદદથી ૫-૭ મકાન ભટકી-ભટકીને જોયા બાદ ઘાટલોડિયાનુ આ મકાન મારી આખોમા ઠર્યુ.આ ટૅનામૅન્ટ છે.મકાન-માલિક નીચે રહે છે.પહેલા માળે અમે.મકાન-માલિક ઇન્કમ-ટૅક્ષ ઑફિસર છે.એમને સન્તાનોમા બે દીકરીઓ અને એક દીકરો છે.મોટી દીકરીના મૅરેજ અમદાવાદમા જ થયા છે.નાની સર્વિસ કરે છે,દીકરા(નિસર્ગ એનુ નામ)ને મગજની બિમારી છે.ઉમર સાથે શારિરીક વિકાસ થયો છે,માનસિક નહિ.શરૂશરૂમા હુ એને હિચકા પર જ ઝૂલતો જોતો.કા તો ફિલ્મોનાગીતોની કડીઓ લલકારતો હોય,અથવા તો અન્ગૂઠો ચૂસતો હોય.વાર્તાલાપ તો એની સાથે થઈ જ ન શકે.મે એક્વાર એને પૂછ્યુ હતુ,"કેમ છો?" એણે મને સામે પૂછેલુ,"કેમ છો?" પછી મે પછ્યુ હતુ,"પપ્પા છે ઘરે?" એણે મને સામુ પૂછ્યુ,"પપ્પા છે ઘરે?" અત્યાર સુધી એના તરફ્થી મને કોઈ તકલીફ થઈ નથી.હા, ક્યારેક રાત્રે એને બૂમો પાડવાનો દોરો પડે ત્યારે ત્રાસ જરૂર થઈ આવે.રાતના બાર-એક વાગે પૂરી સોસાયટીમા એની બૂમોના પડઘા પડે અને અધૂરામા પૂરુ ક્યારેક કૂતરાઓ પણ એને સાથ આપતા હોય એમ ભસવાનુ શરૂ કરે અને મઝરાતે હુ ઊન્ઘમાથી ઊઠી ગયો હોય એવા પણ કિસ્સા બન્યા છે.પણ એની એક ખાસિયત છે કે ઘરે આવેલ દરેકની સાથે તે હાથ મિલાવી સ્વાગત કરે,અચૂક.હમણા જ આશિષ અને જિજ્ઞાશાભાભી અમદાવાદ ભ્રમણ અર્થે નીકળ્યા હતા.અને ઘાટલોડિયાના અમારા મકાનના પ્રથમ અતિથી બન્યાનો રૅકોર્ડ એમના નામે થયો.નિસર્ગે જિગ્નાશાભાભી તરફ હાથ લમ્બાવ્યો હતો.ડરતા-ડરતા પણ પરાણે હસીને ભાભીએ પોતાના બે હાથ જોડી નમસ્કાર્થી પતાવ્યુ હતુ.ઉપર પહોચ્યા પછી મે ભાભીને કહ્યુ હતુ,"શાન્ત માણસ છે.તમે હાથ મિલાવ્યો પણ હોત તો કઈ ડર ન હતો."ભાભી બોલ્યા,"પણ મને ડર લાગતો હતો કે હાથ પકડ્યા પછી ન છોડે તો?" મને ભાભીને કહેવાનુ મન થયુ હતુ કે એ બિચારો આશિષ જેટલો સમજદાર થોડો છે?!?
પત્ર લખવામા ઘણો સમય ચાલ્યો ગયો.હજુ ઢગલાબન્ધ કામો પતાવવાના છે.આવતીકાલના પિરિયડસની તૈયારી કરવાની છે.આજના છાપા વાચવાના છે.શરદબાબુનુ જીવનચરિત્ર "આવારા મસિહા" પૂરૂ કરવાનુ છે....માટે વધૂ આવતા અન્કે...
તારા મમ્મી-પપ્પાને પ્રણામ.હેત્વીને મારા વતી રમાડજે.
પત્ર લખજે.જો કે રાહ તો હુ તારી પણ જોઈશ.પત્રને બદલે તમે બધા જ અમદાવાદ આવી જાઓ તો આનન્દ-આનન્દ.....
બસ એજ,
-હિતેષકાકા
-હિતેષકાકા